Contact Information

Gujarat Today Compound 33/1, Shahe Alam, Ahmedabad 380028

We're Available 24/ 7. Call Now.

જયપુર, તા.૮
ભારતીય ક્રિકેટ ટીમમાં સતત અવગણનાનો સામનો કરી રહેલા મુંબઈના સ્ટાર બેટ્‌સમેન સરફરાઝ ખાને ઘરેલુ ક્રિકેટમાં તોફાની બેટિંગ કરીને ઈતિહાસ રચી દીધો છે. વિજય હઝારે ટ્રોફીમાં પંજાબ સામે રમાયેલી મેચમાં સરફરાઝે માત્ર ૨૦ બોલમાં ૬૨ રન ફટકારીને પસંદગીકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. આ ઈનિંગ દરમિયાન તેણે માત્ર ૧૫ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી, જે લિસ્ટ-એ (List A) ક્રિકેટમાં કોઈપણ ભારતીય દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી ફિફ્ટી છે.૩૧ વર્ષ જૂનો નેશનલ રેકોર્ડ ધ્વસ્ત :સરફરાઝ ખાને આ વિસ્ફોટક ઈનિંગ સાથે ૧૯૯૪-૯૫નો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અગાઉ આ રેકોર્ડ મહારાષ્ટ્રના અભિનવ કાલેના નામે હતો, જેમણે બરોડા સામે ૧૬ બોલમાં અડધી સદી ફટકારી હતી. સરફરાઝે માત્ર ૧૫ બોલમાં ૫૦ રનનો આંકડો પાર કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ ઉપરાંત તેણે એક જ ઓવરમાં ૩૦ રન ઝૂડી કાઢવાની સિદ્ધિ પણ મેળવી હતી. વિશ્વ સ્તરે લિસ્ટ-એ ક્રિકેટમાં આ સંયુક્ત રીતે ચોથી સૌથી ઝડપી અડધી સદી છે.ભારતીય લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડીઓ :ખેલાડીનું નામ ટીમ વિરુદ્ધ બોલ વર્ષ
સરફરાઝ ખાન મુંબઈ પંજાબ ૧૫ ૨૦૨૫/૨૬
અભિનવ કાલે મહારાષ્ટ્ર બરોડા ૧૬ ૧૯૯૪/૯૫
સાકિબ ગની બિહાર અરૂણાચલ ૧૭ ૨૦૨૫/૨૬
યુસુફ પઠાણ વેસ્ટ ઝોન નોર્થ ઝોન ૧૮ ૨૦૦૯/૧૦
રોમાંચક મેચમાં મુંબઈની એક રનથી હાર :
મેચની વાત કરીએ તો પંજાબે પ્રથમ બેટિંગ કરતા ૪૫.૨ ઓવરમાં ૨૧૬ રન બનાવ્યા હતા, જેમાં રમનદીપ સિંહે ૭૨ રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. મુંબઈ તરફથી મુશીર ખાને ૩ વિકેટ ઝડપી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ સરફરાઝ ખાનની તોફાની ઈનિંગ છતાં માત્ર ૨૧૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને રોમાંચક મુકાબલામાં ૧ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબના મયંક માર્કંડે અને ગુરનૂર બ્રારે ૪-૪ વિકેટ ઝડપી મુંબઈની જીત છીનવી લીધી હતી.પસંદગીકારો પર ઊઠ્યા સવાલો :છેલ્લી ટેસ્ટ સિરીઝમાં ૧૫૦થી વધુ રન બનાવ્યા હોવા છતાં સરફરાઝ ખાનને ટીમ ઈન્ડિયામાંથીબહાર રાખવામાં આવતા ચાહકોમાં રોષ છે. સોશિયલ મીડિયા પર ચાહકો સરફરાઝ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે. હવે આ ઐતિહાસિક રેકોર્ડ બાદ ફરી એકવાર તેને ટીમમાં સ્થાન આપવાની માંગ પ્રબળ બની છે.


Leave A Reply