Contact Information

Gujarat Today Compound 33/1, Shahe Alam, Ahmedabad 380028

We're Available 24/ 7. Call Now.

એકતરફી રહેલા એશિયા કપના T20 મેચમાં પાકિસ્તાનને માત્ર ૧૨૭ પર સીમિત રાખી ભારતીય બોલરોએ કમાલ કરી, તે પછી ભારતે ત્રણ વિકેટ ગુમાવીને ૧૩૧ રન કરી લીધા અને શાનદાર વિજય પ્રાપ્ત કર્યો, ભારતનો વર્તમાન ટુર્નામેન્ટમાં સતત બીજો વિજય અને સુપર ૪ માટે ભારત ક્વોલિફાઈ થય

પહેલગામના પીડિતો અને ભારતીય સેનાને વિજય અર્પણ કરતો સુકાની સૂર્યા

ટોસ વખતે ભારતીય સુકાની સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની સુકાની સાથે હાથ ન મિલાવ્યો અને મેચમાં વિજય મળ્યા પછી પાકિસ્તાનના ખેલાડીઓ સાથે ભારતીય ખેલાડીઓએ હાથ ન મિલાવ્યો અને આ રીતે પ્રતિકાત્મક પણ જોરદાર અસરકારક વિરોધ નોંધાવ્યો

દુબઈ, તા.૧૪
દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પર રમાયેલા એશિયા કપના T20 મેચમાં રમત પર સંપૂર્ણ પ્રભુત્વ બતાવીને ભારતે પાકિસ્તાનને સાત વિકેટે સખત પરાજય આપ્યો હતો. એટલું જ નહીં ભારતીય સુકાની અને ટીમના કોઈપણ ખેલાડીએ ટોસ વખતે કે વિજય મળ્યા પછી પાકિસ્તાનના ખેલાડીઓ સાથે પરંપરા મુજબ હાથ મિલાવ્યા નહોતા અને શાનદાર વિજય મેળવ્યા પછી ભારતીય ટીમ પોતાના સુકાનીની સાથે ડ્રેસિંગરૂમમાં ચાલી ગઈ હતી અને આ રીતે ભારતે કરોડો દેશવાસીઓ તરફથી પ્રતિકાત્મક પરંતુ અસરકારક વિરોધ નોંધાવ્યો હતો. ભારતે એકતરફી રહેલા રવિવારના મેચમાં ખૂબ જ શાનદાર બોલિંગ તથા બેટિંગ અને ફિલ્ડિંગ કરીને પાકિસ્તાનની ટીમને સજ્જડ રીતે ધૂળ ચાટતી કરી દીધી હતી. પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ પસંદ કરી હતી પરંતુ ભારતના સ્પીન અને ફાસ્ટ આક્રમણની સામે તેના બેટ્‌સમેન બિલકુલ છૂટ લઈ શક્યા નહોતા અને પહેલેથી જ દબાવેલા હતા. જસપ્રીત બુમરાહે તેની પહેલી જ વારના પહેલા જ દડામાં પાકિસ્તાનની વિકેટ ડુલ કરીને તેને જોરદાર આ આંચકો આપ્યો હતો અને પાકિસ્તાનને છેલ્લી ઓવર સુધી કળ વળી નહોતી. બુમરાહ અને હાર્દિક પંડ્યા તેમજ સ્પીનર કુલદીપ યાદવની સામે પાકિસ્તાનની બેટિંગ હરોળ પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી અને પાકિસ્તાન ૨૦ ઓવરમાં નવ વિકેટે માત્ર ૧૨૭ રન કરી શક્યો હતો. તેની સામે ભારતે ૧૫.૫ ઓવરમાં જ ત્રણ વિકેટ ગુમાવીને ૧૩૧ રન કરીને શાનદાર વિજય મેળવ્યો હતો. એશિયા કપ ટુર્નામેન્ટમાં ભારતનો આ સતત બીજો વિજય હતો. પાકિસ્તાન તરફથી સૌથી વધુ સાહિબજાદા ફરહાને ૪૪ દડામાં ૪૦ રન બનાવ્યા હતા અને તેણે બુમરાહને બે છક્કા પણ ફટકાર્યા હતા પરંતુ સ્પીનર સામે પાકિસ્તાનનો કોઈ બેટ્‌સમેન રમી શક્યો નહોતો અને ખરાબ ફટકા મારીને પેવેલિયન ભેગા થયા હતા. એમના સૌથી શ્રેષ્ઠ બેટધર ફખર ઝમાન માત્ર ૧૭ રન કરીને આઉટ થયો હતો. પાકિસ્તાનનો સુકાની સલમાન તો માત્ર ત્રણ રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. સાઈમ અયુબ તો ખાતું ખોલ્યા વિના હાર્દિક પંડ્યાની બોલિંગમાં આઉટ થયો હતો. છેલ્લી ઘડીએ ફાસ્ટ બોલર શાહીન અફ્રીદી ૧૬ દડામાં ૩૩ રન કર્યા હતા જેના કારણે પાકિસ્તાન ૧૨૫નો સ્કોર પાર કરી શક્યું હતું અક્ષર પટેલે ચાર ઓવરમાં ૧૮ રન આપીને બે વિકેટ તથા કુલદીપ યાદવે ચાર ઓવરમાં ૧૮ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ચક્રવર્તીએ એક વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહે પણ બે વિકેટ લીધી હતી. ભારત તરફથી દાવની શરૂઆત નબળી થઈ હતી અને વાઇસ કેપ્ટન શુભમન ગિલ માત્ર દસ રન બનાવી આઉટ થયો હતો. જ્યારે અભિષેક શર્માએ ૧૩ દડામાં ૩૧ રન કર્યા હતા. કેપ્ટન સૂર્યા ૪૭ રન બનાવી અણનમ રહ્યો હતો. તિલક વર્માએ પણ ૩૧ રન કર્યા હતા. શિવમ દુબેએ ૧૦ રન કર્યા હતા. પાકિસ્તાનના સાઇમ અયુબે ભારતની ત્રણે ત્રણ વિકેટ લીધી હતી.


Leave A Reply