Contact Information

Gujarat Today Compound 33/1, Shahe Alam, Ahmedabad 380028

We're Available 24/ 7. Call Now.

(એજન્સી) તા.૧૦
ઈરાને શુક્રવાર, ૧૦ એપ્રિલે અમેરિકા (યુએસ) સાથે વાટાઘાટો સ્થગિત કરી દીધી છે, કારણ કે, લેબેનોન પર ઈઝરાયેલી હુમલાઓ તીવ્ર બની રહ્યા છે, જેના કારણે બે અઠવાડિયાના નાજુક યુદ્ધવિરામ પર દબાણ વધી રહ્યું છે અને વ્યાપક પ્રાદેશિક અસ્થિરતાની ચિંતા વધી રહી છે. ધ જેરૂસલેમ પોસ્ટ અનુસાર, જ્યાં સુધી ઈઝરાયેલ અને લેબેનોન વચ્ચે યુદ્ધવિરામ સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી ચર્ચાઓ સ્થગિત કરવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા મધ્યસ્થી કરાયેલ યુદ્ધવિરામ તેના ત્રીજા દિવસમાં પ્રવેશ્યો છે પરંતુ હજુ પણ વિવાદિત છે. તેહરાન આગ્રહ રાખે છે કે આ વ્યવસ્થા લેબનોન સુધી વિસ્તરે છે, જ્યારે ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ કહ્યું હતું કે, ‘લેબેનોનમાં કોઈ યુદ્ધવિરામ નથી’. શુક્રવારે દક્ષિણ લેબેનોનમાં ઈઝરાયેલી હુમલાઓ નોંધાયા હતા, જેનાથી પહેલાથી જ નાજુક યુદ્ધવિરામ પર વધુ ભાર પડ્યો હતો અને તેના ચાલુ રહેવા અંગે અનિશ્ચિતતા વધી હતી. ઇરાનના હુમલાઓથી ગલ્ફમાં યુએસ બેઝને નુકસાન : રિપોર્ટ ઈરાની જવાબી હુમલાઓને કારણે ગલ્ફમાં યુએસ બેઝને નોંધપાત્ર નુકસાન થયું છે, જેના કારણે તેમની કાર્યકારી ક્ષમતામાં ઘટાડો થયો છે અને તેમની વ્યૂહાત્મક અસરકારકતા અંગે ચિંતા વધી છે, એમ મિડલ ઇસ્ટ આઇ (MEE)ના અહેવાલમાં જણાવાયું છે. ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકર અને જાપાની વિદેશ પ્રધાન તોશિમિત્સુ મોટેગીએ પશ્ચિમ એશિયામાં પરિસ્થિતિને સ્થિર કરવામાં અને અવિરત ઊર્જા પુરવઠો સુનિશ્ચિત કરવામાં મદદ કરવા માટે સહયોગને વધુ ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી છે. એક નિવેદનમાં, જાપાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, બંને પક્ષોએ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આંતરરાષ્ટ્રીય શિપિંગ અંગેની ચિંતાઓ વચ્ચે ‘પરિસ્થિતિને શાંત કરવા અને સ્થિર ઉર્જા પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ગાઢ સહયોગ કરવાની તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે.’ કોલ પછી ઠ પરની એક પોસ્ટમાં જયશંકરે જણાવ્યું હતું કે, બંને મંત્રીઓએ દરિયાઈ સુરક્ષા સહિત પ્રાદેશિક વિકાસની ચર્ચા કરી હતી. તેમણે ચાલુ સંઘર્ષમાં ભારતીયોના જાનહાનિ પર મોટેગીના શોક માટે પણ પ્રશંસા વ્યક્ત કરી હતી. અલ જઝીરાના જણાવ્યા અનુસાર, દેશની બેંક કોઓર્ડિનેશન કાઉન્સિલે શનિવારથી ઈરાનમાં તમામ બેંક શાખાઓ સંપૂર્ણ કામગીરી ફરી શરૂ કરશે. આ પગલું દેશભરમાં લાગુ થશે, જેમાં બેંક મુખ્યાલય અને તેહરાનમાં મુખ્ય એકમોનો સમાવેશ થાય છે, જે તાજેતરના વિક્ષેપો પછી સામાન્ય બેંકિંગ પ્રવૃત્તિમાં પાછા ફરવાનો સંકેત આપે છે. ઇન્ડોનેશિયાના યુએન રાજદૂત ઉમર હાદીના નેતૃત્ત્વમાં ડઝનબંધ દેશોના રાજદૂતોએ 'UNIFIL સામે સતત હુમલાઓની સૌથી કડક શબ્દોમાં’ નિંદા કરતા સંયુક્ત નિવેદન બહાર પાડ્યું અને ત્રણ ઇન્ડોનેશિયન શાંતિ રક્ષકોના મોતને ભેટેલા હુમલાઓની નિંદા કરી. આ નિવેદનમાં, દક્ષિણ લેબનોનમાં તાજેતરના હુમલાઓમાં ફ્રાન્સ, ઘાના, ઇન્ડોનેશિયા, નેપાળ અને પોલેન્ડના શાંતિ રક્ષકોને ઇજાઓ થવાનો પણ અહેવાલ છે. દેશોએ માનવતાવાદી પરિસ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી, જેમાં નોંધપાત્ર નાગરિક જાનહાનિ, માળખાગત સુવિધાઓનો વ્યાપક વિનાશ અને દસ લાખથી વધુ લોકોના વિસ્થાપનનો ઉલ્લેખ કરવામાં આવ્યો. ઈરાને પાકિસ્તાનમાં વાટાઘાટકારો મોકલવાનો ઇન્કાર કર્યો છે ઈરાને એવા અહેવાલોને નકારી કાઢ્યા છે કે તેણે અમેરિકા સાથે વાટાઘાટો માટે પાકિસ્તાનમાં વાટાઘાટકારો મોકલ્યા છે, જેમાં ધ વોલ સ્ટ્રીટ જરનલનો અહેવાલ પણ સામેલ છે. રાજ્ય પ્રસારણકર્તા પ્રેસ ટીવીએ તસ્નીમ ન્યૂઝ એજન્સીને ટાંકીને કહ્યું કે, જ્યાં સુધી લેબેનોનમાં ઇઝરાયેલી હુમલા બંધ ન થાય અને વોશિંગ્ટન યુદ્ધવિરામ હેઠળ તેની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ ન કરે ત્યાં સુધી કોઈપણ સંભવિત વાતચીત સ્થગિત રહેશે.તસ્નીમ દ્વારા ટાંકવામાં આવેલા એક વરિષ્ઠ અધિકારીએ ઈરાની પ્રતિનિધિમંડળના ઇસ્લામાબાદ પહોંચવાના અહેવાલોને ‘સંપૂર્ણપણે ખોટા’ ગણાવ્યા. દરમિયાન, ફાર્સ ન્યૂઝ એજન્સીએ પણ દાવાઓને નકારી કાઢ્યા અને કહ્યું કે, લેબેનોનમાં યુદ્ધવિરામ સ્થાપિત ન થાય ત્યાં સુધી ઈરાનની અમેરિકા સાથે વાટાઘાટો કરવાની કોઈ યોજના નથી.
પાકિસ્તાન ઈસ્લામાબાદ વાટાઘાટોના પ્રતિનિધિઓ માટે વિઝા-ઓન-અરાઇવલ ઓફર કરે છે પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારે કહ્યું કે, ઈરાન-યુએસ યુદ્ધવિરામ પર વાટાઘાટો માટે ઇસ્લામાબાદ જઈ રહેલા ભાગ લેનારા દેશોના પત્રકારો સહિત તમામ પ્રતિનિધિઓને આગમન પર વિઝા આપવામાં આવશે. ઠ પર એક પોસ્ટમાં, ડારે કહ્યું કે, પાકિસ્તાન ‘ઈસ્લામાબાદ ટોક્સ ૨૦૨૬’ના સહભાગીઓનું સ્વાગત કરે છે અને એરલાઇન્સને અગાઉથી વિઝા વિના બોર્ડિંગની મંજૂરી આપવા કહ્યું છે.


Leave A Reply