વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળ્યું કે હિન્દુત્વ જૂથના સભ્યો દાયકાઓ જૂની દુકાનનું નામ બદલવા માટે વૃદ્ધ મુસ્લિમ વેપારીને દબડાવી રહ્યા છે અને દબાણ કરી રહ્યા છે
(એજન્સી) નવી દિલ્હી, તા.૧
ઉત્તરાખંડના કોટદ્વાર શહેરમાં થોડા દિવસ પહેલા બજરંગ દળના સભ્યોનું એક ટોળું એક વૃદ્ધ મુસ્લિમ દુકાનદારની દુકાન પર ઘસી ગયું હતું અને દુકાનનું નામ બાબા શોપમાંથી બદલી નાખવા એમના પર દબાણ કરવા માંડ્યું હતું અને ધમકીઓ આપવા લાગ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેની વ્યાપક પ્રતિક્રિયા આવી હતી. જાણવા મળ્યા મુજબ કોટદ્વાર નગરમાં પટેલ માર્ગ પર બાબા સ્કૂલ ડ્રેસ એન્ડ મેચિંગ સેન્ટર નામની દુકાન આવેલી છે અને છેલ્લા ૩૦ વર્ષથી આ નામ સાથે જ તેના માલિક દુકાન ચલાવી રહ્યા છે અને જીએસટી વિભાગ સાથે પણ રજિસ્ટર થયેલી છે. બજરંગ દળના કેટલાક સભ્યો દુકાનમાં ઘૂસી ગયા હતા અને દુકાનના નામ અંગે પૂછપરછ કરવા લાગ્યા હતા અને નામ બદલી નાખવા દબાણ શરૂ કર્યું હતું. ત્યારે વૃદ્ધ મુસ્લિમ દુકાનદારે એમને સમજાવ્યા હતા કે દાયકાઓથી આ જ નામ છે અને હવે આવી રીતે આસાનીથી બદલી શકાય નહીં પરંતુ એમની વાત કોઈએ સાંભળી નહોતી અને બજરંગ દળની ટોળકી એ દબાણ ચાલુ રાખ્યું હતું કે નામ બદલો. આ ટોળકીમાંથી એક માણસ એવું બોલ્યો હતો કે બાબા નામ રાખવાનું અધિકાર માત્ર હિન્દુઓનો છે કેમકે આ નામ હનુમાન મંદિર સાથે સંકળાયેલા સંત સિદ્ધ બલી બાબાના નામ જેવું છે. પરંતુ આ નગરમાં બાબા નામ ધરાવતી અનેક દુકાનો છે. એટલે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી અને ત્યારે કેટલાક સ્થાનિક લોકોએ બજરંગ દળના સભ્યોનો સામનો કર્યો હતો અને દરમિયાનગીરી કરી અને એમની માંગણી સામે વિરોધ કર્યો હતો. આવા એક બહાદુર યુવાને આ લોકોનો સામનો કર્યો હતો ત્યારે એ લોકોએ તેનું નામ પૂછ્યું ત્યારે એ યુવાને ખુલ્લેઆમ કહી દીધું હતું કે મારું નામ મોહમ્મદ દીપક છે. તમે લોકો બાબાના નામ સામે શું કામ વાંધો લ્યો છો કેમ કે આ નામ કોઈ એક સમુદાય સાથે સીમિત નથી. દીપક બોલવા લાગ્યો હતો કે બાબા નામ રખ દેને સે ક્યા હો ગયા ? હર જગહ બાબા લિખા જાતા હૈ. તેમણે કહ્યું હતું કે હિન્દુઓની દુકાનોમાં પણ આ નામ છે એટલે મુસ્લિમ હોને સે ક્યા હો ગયા ? ક્યા મુસલમાનો મેં પીર બાબા નહીં હોતે ? એટલે આ બોલાચાલી દરમિયાન બીજા પણ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને દિપક અને તેની સાથેના એક બીજા તેના મિત્ર બજરંગ દળના સભ્યોને દુકાનની બહાર ધકેલવા લાગ્યા હતા અને છેવટે અમને ત્યાંથી ચાલ્યા જવાની ફરજ પાડી હતી. દિપક એ બાદમાં મીડિયાને કહ્યું હતું કે એ લોકો ૭૦થી ૭૫ વર્ષના એક વૃદ્ધ સાથે ગેરવર્તન કરી રહ્યા હતા. વો ૭૦ સે ૭૫ સાલ કે બુજુર્ગ હે ઓર ઉનકે સાથ કાફી બદતમીજી કી જા રહી થી, ઉન્હોને કહા કે યે નામ ઉનકે સિદ્ધ બલી બાબા કા હે. મેને કહા કે બાબા તો હર જગા બોલા જાતા હૈ, બચ્ચો કો ભી ઔર બુજુર્ગો કો ભી ઓર પીર બાબા કો ભી.. તેમણે કહ્યું હતું કે મારું નામ દીપકકુમાર છે પરંતુ મેં જાણી જોઈને એ લોકોને મોહમ્મદ દીપક કહ્યું કેમકે હિન્દુ અને મુસ્લિમ આપણે બધા એક જ છીએ.
Gujarat Today
Leave A Reply