Contact Information

Gujarat Today Compound 33/1, Shahe Alam, Ahmedabad 380028

We're Available 24/ 7. Call Now.

(એજન્સી) તા.૨૭
પેલેસ્ટીની ખ્રિસ્તી નેતાઓ ચેતવણી આપી રહ્યા છે કે, વિશ્વના સૌથી જૂના ખ્રિસ્તી સમુદાયોમાંથી એક લુપ્ત થવાનો સામનો કરી રહ્યો છે કારણ કે, ઇઝરાયેલી વસાહતી ગેંગ ગેરકાયદેસર રીતે કબજાવાળા વેસ્ટ બેંકમા પ્રાચીન ગામોમાં આતંક મચાવી રહી છે. બેથલહમની પશ્ચિમે આવેલા ખ્રિસ્તી શહેર બીટ જાલામાં ત્રીજી સદીથી સતત ખ્રિસ્તી હાજરી રહી છે. રહેવાસીઓ અરામાઇક બોલતા સમુદાયો સાથે જોડાયેલા છે અને તેના ચર્ચ, શાળાઓ અને ઘરો પેઢીઓથી ટકી રહ્યા છે પરંતુ આ હાજરી હવે ઇઝરાયેલ તરફથી ખતરામાં છે. આજે બીટ જાલામાં આશરે ૧૧,૦૦૦ ખ્રિસ્તીઓ રહે છે પરંતુ રહેવાસીઓને તેમના ઘર છોડવાની ફરજ પડી રહી છે. વસાહતીઓએ આસપાસના વિસ્તારોમાં જમીન કબજે કરી છે અને ખેતીની જમીન અને ઓલિવના બગીચાઓમાં પ્રવેશ બંધ કરી દીધો છે. સ્થાનિક રહેવાસીઓ કહે છે કે, ઇઝરાયેલી કબજા હેઠળ, ઉત્પીડન અને હિંસા, તેમજ હિલચાલ અને ગરીબી પર પ્રતિબંધો વધી રહ્યા છે.એક પેલેસ્ટીની કેથોલિક આઉટલેટે ઠ પર અહેવાલ આપ્યો, બેથલહમ નજીક એક પેલેસ્ટીની ખ્રિસ્તી શહેર, બીટ જાલા, આશરે ૧૧,૦૦૦ ખ્રિસ્તીઓનું ઘર છે જેમના મૂળ અરામાઇક બોલતા સમુદાયોમાં છે. આજે આ શહેર ખ્રિસ્તી સ્થળાંતરના મોજાનો સામનો કરી રહ્યું છે કારણ કે, વસાહતી ગેંગ તેની જમીન કબજે કરી રહી છે અને તેમના પૂર્વજોના ઘરમાં તેમની હાજરીને ધમકી આપી રહી છે. આ ચેતવણી સપ્તાહના અંતે રામલ્લાહની ઉત્તરે આવેલા બિરઝાઇટ ગામ પર વસાહતીઓના હિંસક હુમલા બાદ આપવામાં આવી છે. આજે જારી કરાયેલા એક જાહેર નિવેદનમાં જોર્ડન અને પવિત્ર ભૂમિમાં ઇવેન્જેલિકલ લ્યુથરન ચર્ચના બિશપ ડૉ.ઇમાદ હદ્દાદે વર્ણવ્યું કે કેવી રીતે ઇઝરાયેલી વસાહતીઓએ ખાનગી મિલકતમાં પ્રવેશ કર્યો અને એક પેલેસ્ટીની ખ્રિસ્તી મહિલા અને તેના પરિવાર પર હુમલો કર્યો, જેના કારણે તેણીને માથામાં ગંભીર ઇજાઓ સાથે સઘન સંભાળમાં રાખવામાં આવી. આ મહિલાની ઓળખ ૬૨ વર્ષીય નજત એમિલ જદલ્લાહ તરીકે થઈ છે.


Leave A Reply