Contact Information

Gujarat Today Compound 33/1, Shahe Alam, Ahmedabad 380028

We're Available 24/ 7. Call Now.

(એજન્સી) તા.૧૧
અમેરિકાએ સુદાનના અર્ધલશ્કરી સમૂહ રેપિડ સપોર્ટ ફોર્સિસ માટે લડતા સૈનિકોને તાલીમ આપતા આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં કથિત સંડોવણી બદલ ચાર વ્યક્તિઓ અને ચાર કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા છે. એપ્રિલ ૨૦૨૩થી સુદાનની સેના સાથે યુદ્ધમાં રહેલા રેપિડ સપોર્ટ ફોર્સિસ પર એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા યુદ્ધ ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે અને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પ્રમુખ વોલ્કર તુર્કે આ મહિને જણાવ્યું કે મધ્ય સુદાનના કોર્ડોફાન ક્ષેત્રમાં ભીષણ લડાઈની તીવ્રતા વચ્ચે તેમને સુદાનમાં ‘અત્યાચારની નવી લહેર’ની આશંકા છે. મંગળવારે લાદવામાં આવેલા પ્રતિબંધોમાં નિવૃત્ત કોલમ્બિયન આર્મી ઓફિસર અલ્વારો એન્ડ્રેસ ક્વિજાનો બેસેરા અને તેમની પત્ની, રોજગાર એજન્સી મેનેજર માટેઓ એન્ડ્રેસ ડ્યુક બોટેરો અને કોલમ્બિયન લડાકુઓ માટે પગાર પ્રક્રિયા કરવાનો આરોપ ધરાવતી ઘણી ભરતી એજન્સીઓનો સમાવેશ થાય છે. જોન કે. હર્લીએ જણાવ્યું કે ઇજીહ્લએ ‘તેની ક્રૂરતા દ્વારા સંઘર્ષને વધુ ઊંડો બનાવ્યો છે અને પ્રદેશને અસ્થિર બનાવ્યો છે, જેનાથી આતંકવાદી જૂથો માટે ખીલવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ ઊભી થઈ છે.’ સંયુક્ત રાષ્ટ્રના મતે, સુદાનમાં થયેલા સંઘર્ષમાં ૪૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા છે - જોકે કેટલાક માનવાધિકાર સમુહો કહે છે કે મૃત્યુઆંક ઘણો વધારે છે અને તેણે વિશ્વની સૌથી ખરાબ માનવતાવાદી કટોકટી ઊભી કરી છે, જેમાં ૧૪ મિલિયનથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. ઘણા વિસ્તારોમાં દુકાળ પડ્યો છે. અમેરિકન સરકારે દારફુરમાં ઇજીહ્લ પર નરસંહારનો આરોપ લગાવ્યો છે અને આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતે જણાવ્યું છે કે તે શંકાસ્પદ યુદ્ધ ગુનાઓની તપાસ કરી રહી છે. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ કહે છે કે ૧૮ મહિનાના ઘેરાબંધી પછી ૨૬ ઓક્ટોબરના રોજ જ્યારે RSFએ ઉત્તર દારફુરની રાજધાની અલ ફાશેર પર કબજો કર્યો ત્યારે કોલંબિયાના લડાકુઓએ RSFને ટેકો આપ્યો હતો. આ શહેર, જ્યાં ડઝનબંધ નિઃશસ્ત્ર પુરુષો માર્યા ગયા હતા અને મહિલાઓ અને છોકરીઓ પર બળાત્કાર કરવામાં આવ્યો હતો, તે વિશાળ દારફુર ક્ષેત્રમાં સૈન્યનો છેલ્લો ગઢ હતો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ સુદાનમાં ગૃહયુદ્ધનો અંત લાવવા માંગે છે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન નવેમ્બરમાં વોશિંગ્ટન, ડીસીમાં હતા અને ટ્રમ્પને યુદ્ધનો અંત લાવવામાં મદદ માંગી હતી. દરમિયાન, કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ ડિસેમ્બરમાં ટ્રમ્પ સાથેની મુલાકાત દરમિયાન સુદાનમાં માનવતાવાદી કટોકટીના ઉકેલના પ્રયાસોમાં ટ્રમ્પનો ટેકો માંગ્યો હતો.


Leave A Reply