Contact Information

Gujarat Today Compound 33/1, Shahe Alam, Ahmedabad 380028

We're Available 24/ 7. Call Now.

(એજન્સી) તા.૮
ઇઝરાયેલી સૈન્યએ રવિવારે કબાવાળા વેસ્ટ બેંકમા કાર પર પથ્થરમારો કરતા ત્રણ પેલેસ્ટીનીને ગોળી મારીને મારી નાખ્યા, જેમાંથી એકનું મોત થયું.પેલેસ્ટીની રેડ ક્રેસેન્ટે જણાવ્યુંકે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને બીજો ઘાયલ થયો છે. પેલેસ્ટીની અધિકારીઓ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તે વ્યક્તિના મૃત્યુ ઉપરાંત, અન્ય એક વ્યક્તિને “તટસ્થ” કરવામાં આવ્યો હતો અને એકની ધરપકડ કરવામાં આવી હતી.એક દિવસ પહેલા, ઇઝરાયેલી સૈનિકોએ એક પેલેસ્ટીની કિશોરને મારી નાખ્યો જે તેમની તરફ કાર ચલાવી રહ્યો હતો. તેમણે વેસ્ટબેંકના હેબ્રોન શહેરમાં એકચેકપોઇન્ટ પર ઉભેલા એક વ્યક્તિને પણ મારી નાખ્યો.સેનાએ શરૂઆતમાં જણાવ્યું કે સૈનિકોએ તેમની તરફ ઝડપથી આવતી એક કાર પર ગોળીબાર કર્યા બાદ બે “આતંકવાદીઓ” મૃત્યુ પામ્યા છે, પરંતુ બાદમાં સ્પષ્ટતા કરી કે ફક્ત એક જ સામેલ હતો.નામ ન આપવાની શરતે બોલતા એક ઇઝરાયેલી સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે ૧૭ વર્ષનો એક યુવક કાર ચલાવી રહ્યો હતો અને ૫૫ વર્ષનો એક વ્યક્તિ મૃત્યુ પામી. પેલેસ્ટીની રાજ્ય સમાચાર એજન્સી ઉછહ્લછએ અહેવાલ આપ્યો છે કે મ્યુનિસિપલ સ્ટ્રીટ ક્લીનર ૫૫ વર્ષીય ઝિયાદ નઈમ અબુ દાઉદનું કામ કરતી વખતે મૃત્યુ થયું છે. એજન્સીએ અહેવાલ આપ્યો છે કે અન્ય એક પેલેસ્ટીનીનું મૃત્યુ થયું છે, પરંતુ સૈનિકોના ગોળીબારનું કારણ શું હતું તે સ્પષ્ટ કર્યું નથી. પેલેસ્ટીની આરોગ્ય મંત્રાલયે કિશોરની ઓળખ ૧૭ વર્ષીય અહેમદ ખલીલ અલ-રજબી તરીકે કરી છે. આ વર્ષે ઇઝરાયલના કબજા હેઠળના પશ્ચિમ કાંઠે હિંસા વધી છે. પેલેસ્ટીની પર ઇઝરાયલી વસાહતીઓ દ્વારા હુમલાઓમાં તીવ્ર વધારો થયો છે, જ્યારે સેનાએ હિલચાલ પર પ્રતિબંધો કડક કર્યા છે અને ઘણા શહેરોમાં વ્યાપક દરોડા પાડ્યા છે.


Leave A Reply