(એજન્સી) તા.૨૧
ભદોહી, એક બહેરા દલિત ખેડૂતને કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આર્થિક સહાય અપાવવાનું વચન આપીને પાંચ વ્યક્તિઓ દ્વારા તેની ખેતીની જમીન પડાવી લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. કેદારપુર ગામના રહેવાસી ભરત લાલે અરજી દાખલ કરી હતી, જેના પગલે જ્ઞાનપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮, ૩૫૨, ૩૫૧ અને ૧૧૫ હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમની જોગવાઈઓ સાથે પાંચ આરોપીઓ, જેમની ઓળખ રાજેન્દ્ર નિગમ, ગુલાબ ધર ગૌતમ, ગુડ્ડુ, ડૉ.હૃદય નારાયણ અને કાશીનાથ તરીકે થઈ છે, તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. જ્ઞાનપુરના સર્કલ ઓફિસર ચમનસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ‘ભરત લાલ જે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે અને સાંભળવામાં અક્ષમ છે, તેણે તેના સંબંધી ગુલાબધર ગૌતમને જાણ કરી કે તેને યોજનામાંથી ભંડોળ મળી રહ્યું નથી. ત્યારબાદ ગૌતમે તેને અન્ય આરોપીઓ સાથે પરિચય કરાવ્યો અને દાવો કર્યો કે તેઓ આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં મદદ કરી શકે છે.’ ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ ખેડૂતને રજિસ્ટ્રી ઓફિસમાં બોલાવવામાં આવ્યો હતો, જ્યાં તેના અંગૂઠાના છાપ અનેક દસ્તાવેજો અને ચેક પર લેવામાં આવ્યા હતા અને તેનો ફોટો પણ લેવામાં આવ્યો હતો. જ્યારે ભરત લાલને લાંબા સમય સુધી કોઈ ભંડોળ ન મળ્યું, ત્યારે તેણે તેના ભત્રીજાઓ, મહેન્દ્ર અને મુકેશને ચેતવણી આપી. પોલીસે જણાવ્યું કે, બાદમાં તેમને ખબર પડી કે આરોપીએ તેની જમીન રાજેન્દ્ર નિગમને રૂા.૧.૫ લાખમાં છેતરપિંડીથી ટ્રાન્સફર કરી હતી. ૮ જુલાઈ, ૨૦૨૫ના રોજ પાંચેય આરોપીઓએ કથિત રીતે ભરત લાલ અને તેના ભત્રીજાઓને જમીન માટે કાગળકામ પૂર્ણ કરવાના બહાને ફરીથી બોલાવ્યા. જ્યારે તેઓએ ઇન્કાર કર્યો, ત્યારે છેતરપિંડીની જાણ થતાં આરોપીઓએ કથિત રીતે જાતિવાદી અપશબ્દો બોલ્યા હતા અને લાકડીઓ અને સળિયાથી હુમલો કર્યો, જેનાથી તેઓને ઇજા પહોંચી હતી. ભરત લાલે એવો પણ આરોપ લગાવ્યો કે તે માણસોએ તેમને અને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી અને દાવો કર્યો હતો કે, સ્થાનિક પોલીસે શરૂઆતમાં કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી હતી. સી.ઓ. ચાવડાએ નોંધ્યું કે કોર્ટના નિર્દેશ પર હ્લૈંઇ નોંધવામાં આવી છે અને આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે.
UP : આર્થિક સહાય અપાવવાના બહાને દલિત ખેડૂતનીજમીન પડાવી લેવા બદલ પાંચ સામે ગુનો દાખલ
Gujarat Today
Leave A Reply