મધુબની જિલ્લાના પિપરૌલિયા ગામમાં ૧૩ વર્ષના મહાદલિત છોકરા આદિત્ય ચૌપાલનું અપહરણ અને હત્યા કરવામાં આવી હતી, પોલીસે સરપંચ મોહમ્મદ જીલાની સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, હત્યા બાદ ૨૫ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી, આખું ગામ શોકમાં છે
(એજન્સી) તા.૨૧
મધુબની જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. મહાદલિત ૧૩ વર્ષના આદિત્ય ચૌપાલનું અપહરણ અને ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના અરરિયા સંગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પિપરૌલિયા ગામમાં બની હતી. પોલીસ સ્ટેશનના ચોકીદાર શિવુ ચૌપાલનો પુત્ર આદિત્ય ચૌપાલ ૧૩ ઓકટોબરના રોજ બપોરે ૧૨ વાગ્યાથી ગુમ હતો. તેના પરિવારે ૧૫ ઓકટોબરના રોજ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસ ગુમ થયાની તપાસ કરી રહી હતી, ત્યારે આદિત્યના પિતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ૨૫ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. તેમણે ધમકી આપી હતી કે, જો તેઓ પૈસા નહીં ચૂકવે તો તેમના પુત્રને મારી નાખવામાં આવશે. ત્યારબાદ ૧૯ ઓકટોબરના રોજ ડાંગરના ખેતરમાંથી આદિત્યનો વિકૃત મૃતદેહ મળી આવ્યો. ગામમાં શોક છવાઈ ગયો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડીએમસીએચ મોકલી આપ્યો. મધુબનીના પોલીસ અધિક્ષક યોગેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, પોલીસે અત્યાર સુધીમાં આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે : મોહમ્મદ જીલાની, ફયાઝ અને ગુલનવાઝ. તપાસમાં જાણવા મળ્યું છે કે, ગામનો વડા મોહમ્મદ જીલાની હત્યા પાછળનો મુખ્ય સૂત્રધાર હતો. જીલાની દારૂ અને અન્ય ગેરકાયદેસર વ્યવસાયોમાં સામેલ હતો અને ચોકીદાર શિવુ ચૌપાલ પર સહયોગ માટે દબાણ કરી રહ્યો હતો. જ્યારે આ બાબતે ખટરાગ થયો, ત્યારે તેણે આદિત્યના મિત્રોને ૫૦,૦૦૦ રૂપિયાની લાલચ આપીને તેમની હત્યા કરવાનું કાવતરૂં ઘડ્યું. ૧૪ ઓકટોબરની રાત્રે રમતી વખતે આદિત્યને એક જર્જરિત ઇમારતમાં લલચાવીને લઈ જઈને હત્યા કરવામાં આવી હતી અને તેના મૃતદેહને ડાંગરના ખેતરમાં ફેંકી દેવામાં આવ્યો હતો. આદિત્યની હત્યાથી સમગ્ર ગામમાં શોક અને ગુસ્સાનું વાતાવરણ ફેલાયું છે. તેનો પરિવાર દુઃખી છે અને ન્યાયની માંગ કરી રહ્યો છે. ગ્રામજનોએ કહ્યું કે, આદિત્ય અભ્યાસમાં હોશિયાર હતો અને બધા તેને પ્રેમ કરતા હતા. આ ઘટનાએ ગ્રામજનોના હૃદયને હચમચાવી નાખ્યા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ (અગાઉ ટિ્વટર) પર આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે લખ્યું, ‘દિવાળી પહેલા એક દલિત પરિવારનો દીવો ક્રૂરતાથી બુઝાઈ ગયો. આ જેહાદી ઘટના હૃદયદ્રાવક છે. પિપ્રૌલિયાના મોહમ્મદ ફયાઝ અને તેના સાથીઓને આટલી હિંમત ક્યાંથી મળી ? સામાજિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના આ કાવતરાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.’ આરજેડીએ ગિરિરાજ સિંહના નિવેદન પર તીવ્ર પ્રતિક્રિયા આપી.
Gujarat Today
Leave A Reply