Contact Information

Gujarat Today Compound 33/1, Shahe Alam, Ahmedabad 380028

We're Available 24/ 7. Call Now.

(એજન્સી) તા.૨૦
ઇઝરાયેલી સેનાએ કબજાવાળા દક્ષિણ વેસ્ટ બેંકના હેબ્રોનમાં ‘મોટા પાયે’ કાર્યવાહી શરૂ કરી છે, જેમાં સેંકડો સૈનિકો અને ભારે મશીનરી તૈનાત કરવામાં આવી છે, જેના કારણે શહેરના દક્ષિણ જિલ્લાઓ સ્થગિત થઈ ગયા છે. સોમવારે જારી કરાયેલા એક સંયુક્ત નિવેદનમાં, ઇઝરાયેલી સેના અને આંતરિક સુરક્ષા સેવા, શિન બેટે હુમલાની ખાતરી કરતા જણાવ્યું કે તેનો હેતુ જેબેલ ઝોહર વિસ્તારમાં ‘આતંકવાદી માળખાને તોડી પાડવા’ અને શસ્ત્રો જપ્ત કરવાનો હતો. સૈન્યએ ચેતવણી આપી કે આ કાર્યવાહી ‘ઘણા દિવસો’ સુધી ચાલુ રહેશે. ઘટનાસ્થળ પરથી રિપોર્ટિંગ કરતા, અલ જઝીરાના અરબી સંવાદદાતા મોન્ટાસેર નાસરે પરિસ્થિતિને સંપૂર્ણ લોકડાઉન તરીકે વર્ણવી. તેમણે જણાવ્યું કે,‘અમે હેબ્રોનના કહેવાતા દક્ષિણ ક્ષેત્રમાં છીએ, જ્યાં સવારથી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે, ત્યાં બુલડોઝર અને સશસ્ત્ર વાહનો સહિત કબજાવાળા દળોની ભારે તૈનાતી છે.’ તેમણે ભારે સાધનોના મહત્ત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, ‘અમે ટ્રેક કરેલા સશસ્ત્ર વાહનો જોયા… છેલ્લી વખત અમે તેમને હેબ્રોનમાં બીજા ઇન્તિફાદા દરમિયાન ચઇઝરાયેલીૃ ઓપરેશન ડિફેન્સિવ શીલ્ડ દરમિયાન જોયા હતા.’ સેનાએ ‘આતંકવાદ વિરોધી ધ્યેયો’નો ઉલ્લેખ કર્યો, જ્યારે નાસેરે સૈનિકોને નવા ધાતુના અવરોધો સ્થાપિત કરતા જોયા અને લાંબા ગાળે નિયંત્રણ કડક બનાવવાની ચેતવણી આપી. તેમણે જણાવ્યું કે,‘તેઓએ થોડા સમય પહેલા જ લોખંડના દરવાજા સ્થાપિત કર્યા, અને તે સૌથી ખતરનાક બાબત છે, એવું લાગે છે કે જમીન પર જે થઈ રહ્યું છે તે પહેલાથી જ વિભાજિત લોકોને વધુ વિભાજીત કરવાની તૈયારી છે.’ સ્થાનિક સ્ત્રોતો દ્વારા ચકાસાયેલ વીડિયો ફૂટેજમાં ઇઝરાયેલી દળોએ તારિક બિન ઝિયાદ રાઉન્ડઅબીઉટને સિમેન્ટ બ્લોક્સ અને માટીના ઢગલાથી બંધ કરતા દર્શાવવામાં આવ્યા છે. પેલેસ્ટીની સમાચાર એજન્સી વાફાએ સાત ધરપકડોનો અહેવાલ આપ્યો છે.


Leave A Reply