Contact Information

Gujarat Today Compound 33/1, Shahe Alam, Ahmedabad 380028

We're Available 24/ 7. Call Now.

ઇઝરાયેલ દ્વારા યુનોના હેડ ક્વાર્ટરની ઈમારતને તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આ રીતે પેલેસ્ટીનની પ્રજાને ગાઝામાં માનવતા વાદી સહાય પહોંચાડી રહેલા સંગઠનો ઉપરનો પ્રતિબંધ વધુ સખત અને સજ્જડ બનાવ્યો છે

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
પૂર્વ જેરૂસલેમમાં આવેલા યુનોના રાહત અને બચાવ કામગીરી એજન્સીના વડા મથકને બુલડોઝરથી જમીનદોસ્ત કરવાની કામગીરી ઇઝરાયેલના સત્તાવાળાઓ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે જેના કારણે પેલેસ્ટીન પ્રજા માટે માનવતાવાદી સહાય કરી રહેલા સંગઠનો ઉપર વધુ પ્રચંડ દબાણ આવ્યું છે. ઇઝરાયેલી લશ્કરની ટુકડીઓ સાથે તેના કર્મચારીઓની ટીમ બુલડોઝરના કાફલા સાથે પૂર્વ જેરૂસલેમમાં એમ્યુનેશન હિલ પર આવેલા યુનોના મથકને તોડી પાડવા માટે પહોંચી ગઈ હતી અને ડિમોલિશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. ગાઝા અને પેલેસ્ટીન વસ્તીવાળા વિસ્તારોમાં માનવતાવાદી સહાય પહોંચાડી રહેલા સંગઠનો ઉપરના પ્રતિબંધને આ રીતે વધુ સખત બનાવીને ઇઝરાયેલ દ્વારા ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી છે. યુએનઆર ડબલ્યુ એના વડા મથકમાંથી પેલેસ્ટીન તરફી કામગીરી કરવામાં આવી રહી હોવાનો ઇઝરાયેલ લાંબા સમયથી આક્ષેપ કરતું આવ્યું છે અને સશસ્ત્ર સંગઠન અમાસ સાથે પણ યુનો વડા મથકના સંબંધો હોવાનો ઇઝરાયેલનો આક્ષેપ છે. જો કે, યુનોની રાહત એજન્સી દ્વારા મજબૂત રીતે આ તમામ આક્ષેપોને નકારી કાઢવામાં આવ્યા છે. યુનો યુનો રાહત અને વર્ક એજન્સીના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઇઝરાયેલના લશ્કરી દળોએ યુનોના મથકમાંથી તમામ સ્ટાફને બહાર ચાલ્યા જવાની ફરજ પાડી હતી અને તમામ સાધન સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી હતી. આ યુનો ઉપરનો એક અસાધારણ હુમલો છે અને માત્ર યુનો નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પણ ઉલ્લંઘન છે કેમ કે, યુનોને ખાસ વિશેષ અધિકારો મળેલા છે અને આવી કાર્યવાહીથી તેને મુક્ત રાખવાનું હોય છે પરંતુ ઇઝરાયેલ દ્વારા યુનો ઉપર અસાધારણ હુમલો કરવામાં આવ્યો છે. ઇઝરાયેલ દ્વારા એવું કારણ આપવામાં આવ્યું છે કે સંગઠન પર પ્રતિબંધ મૂકતા નવા કાયદા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે કેમકે અહીં ચાલી રહેલા યુનોના વડા મથકને અમાસ અને અન્ય બંડખોર જૂથો સાથે સંબંધો હતા અને એમની સાથે સંપર્કો હતા. ઇઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી હિતામહ બેન ગવીર દ્વારા આ કાર્યવાહીની પ્રશંસા કરવામાં આવી હતી અને તેણે કહ્યું હતું કે આજનો દિવસ ઐતિહાસિક છે.


Leave A Reply