Contact Information

Gujarat Today Compound 33/1, Shahe Alam, Ahmedabad 380028

We're Available 24/ 7. Call Now.

(એજન્સી) દેવા, તા.૧૩
દેવા કોતવાલી વિસ્તારમાં ૧૯ વર્ષની દલિત છોકરી પર બળાત્કારનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેને રાતભર બંધક બનાવીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પીડિતાના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે જણાવ્યું છે કે તેઓ તપાસના આધારે રિપોર્ટ દાખલ કરશે. છોકરીનું કહેવું છે કે તે રાત્રે લગભગ ૮ વાગ્યે શૌચ કરવા માટે ગઈ હતી. તે જ ગામના એક JCB ડ્રાઇવરે તેને એકલી જોઈ, તેને ઝાડીઓમાં ખેંચી ગયો અને તેના પર બળાત્કાર કર્યો. પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે આરોપી તેને ત્યાંથી લઈ ગયો, રાતભર JCB માલિકના ઘરમાં ગોંધી રાખી અને ત્યાં તેના પર બળાત્કાર પણ કર્યો. બીજા દિવસે સવારે આરોપીએ તેને માર માર્યો અને ઘરની બહાર ફેંકી દીધી. ઘટના સાંભળીને પરિવાર ચોંકી ગયો અને તરત જ ગામના વડા કમલેશ રાવતને જાણ કરી. પીડિતા, તેના પરિવાર અને ગામના વડા સાથે દેવા કોતવાલીમાં પહોંચી. એડિશનલ ઇન્સ્પેક્ટર-ઇન-ચાર્જ ધર્મેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું હતું કે તપાસ બાદ રિપોર્ટ દાખલ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ આ કેસ પ્રેમ પ્રકરણનો લાગે છે.


Leave A Reply