(એજન્સી) તા.૬
ઝાંસીમાં એક દલિત કિશોર પર ઉચ્ચ જાતિના લોકોના જૂથે સિગારેટ ખરીદવાના બહાને તેને તેના વિસ્તાર બહાર બોલાવી કથિત રીતે તેને છેતર્યો હતો અને બાદમાં તેના પર ક્રૂર અને અપમાનજનક હુમલો કરવામાં આવ્યો હતો.આ ઘટના થોડા દિવસો અગાઉ પ્રેમનગર વિસ્તારમાં બની હતી, પરંતુ આ અઠવાડિયે ઓનલાઈન એક હેરાન કરનારો વીડિયો વાયરલ થયા બાદ જ તે જાહેરમાં સામે આવી હતી.ફરિયાદ મુજબ, યુવક રાજગઢમાં ગોસ્વામી રેસ્ટોરન્ટ પાસે હતો ત્યારે નિશાંત સક્સેના, સુકૃત અને કનિષ્ક તરીકે ઓળખાતા ત્રણ માણસો તેની પાસે આવ્યા અને તેને પોતાની સાથે જવા માટે લલચાવ્યો હતો. તેને ટુ-વ્હીલર પર સક્સેનાના ઘરે લઈ જવામાં આવ્યો જ્યાં ભાનુ પાલ અને રવિન્દ્ર નામના બે વધુ માણસો હાજર હતા.ઘરની અંદર, હુમલાખોરોએ તેના પર ચપ્પલ, ફેંટો, લાતો અને લાકડાના દંડાથી હુમલો કર્યો અને આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. વીડિયોમાં સક્સેના ગભરાયેલા કિશોર પર પિસ્તોલ તાકતો અને તેને કપડાં ઉતારવાનો આદેશ આપતો જોવા મળે છે.સમગ્ર રેકોર્ડિંગ દરમિયાન, પીડિત વારંવાર હાથ જોડીને બચાવવા માટે વિનંતી કરે છે, ‘હું પોલીસ સ્ટેશન જવા માંગતો નથી… કૃપા કરીને ભાઈ, મને જવા દો.’હુમલાખોરો તેને ટોણો મારતા સાંભળી શકાય છે : ‘તને યાદ છે કે તે શું કહ્યું હતું ?’ જ્યારે તે પોતાની સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે એક માણસ તેને થપ્પડ મારે છે અને જાહેર કરે છે, ‘શું તું જાણે છે કે હું કોણ છું ? હું રાજગઢનો રાજા છું.’ યુવક માફી માંગે છે, તેના કાન પકડી રાખે છે અને પછી નીચે ઝૂકીને હુમલાખોરના પગે પડવાની તેને ફરજ પાડવામાં આવે છે.એક સમયે, તે કરગરે છે કે, ‘ભાઈ, હું તમારા જીવનના સોગંદ લઉં છું, મને જવા દો’ અને પછી વચન આપે છે, ‘હું મારી પુત્રીના સમ ખાઉ છું કે હું ફરીથી ભૂલ નહીં કરૂં.’પુરૂષોએ તેને વધુ હિંસક રીતે મારવાનું અને અપમાનિત કરવાનું ચાલુ રાખ્યું અને તેને પોલીસ પાસે ખેંચી જવાની ધમકી આપતા રહ્યા. ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે કિશોરને કપડાં ઉતારીને માર મારવામાં આવ્યો હતો અને તે રડતો હતો.પોલીસે જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતા અને અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.સર્કલ ઓફિસર રામવીર સિંહે પુષ્ટિ આપી કે ત્રણ આરોપીઓ- સુકૃત, આનંદ નાયક અને કનિષ્ક અહિરવારની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કથિત રિંગલીડર, સક્સેના, હાલમાં ફરાર છે.
ઝાંસી : ખોટા બહાને લલચાવીને દલિત યુવકનેઉઠાવી જઈ નિર્વસ્ત્ર કરી ક્રૂરતા આચરવામાં આવી
Gujarat Today
Leave A Reply