યુપીના ગેરકાયદે ધર્મ પરિવર્તન કાયદા અનુસાર રાજગઢ પોલીસ સ્ટેશનમાં રમીલા નામની મહિલા સામે પોલીસે કેસ દાખલ કર્યો હતો
(એજન્સી) મિરઝાપુર, તા.૧૦
ઉત્તરપ્રદેશના મિરઝાપુરમાં એક દલિત શ્રમિકનું ધર્મ પરિવર્તન કરવાનો પ્રયાસ કરવા બદલ ૩૨ વર્ષીય મહિલા રમીલા સામે પોલીસે કેસ દાખલ કર્યો હતો. દલિત મજૂરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે આ મહિલાએ મને અવારનવાર નાણાં અને અન્ય લાલચ આપીને ખ્રિસ્તી ધર્મ અપનાવી લેવા માટે દબાણ કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે આરોપી મહિલા રમીલા સામે યુપીના ગેરકાનૂની ધર્મ પરિવર્તન કાયદા અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે અને શનિવારે તેની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં સ્થાનિક કોર્ટ સમક્ષ તેને રજૂ કરવામાં આવી હતી. અદાલતે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો તેમ રાજગઢ પોલીસે જણાવ્યું હતું. ધ્રુવ ચંદ્ર નામના દલિત શ્રમિક દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી હતી કે આ મહિલા છેલ્લા ઘણા મહિનાથી પોતાને અવારનવાર મળવા આવતી હતી અને ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ કરતી હતી. આરોપીના પતિએ પણ તેની પ્રવૃત્તિઓ સામે સખત વાંધો લીધો હતો અને તેના કારણે તેના પરિવારમાં પણ ઝઘડા ચાલુ થયા હતા. આરોપીના ગામથી આ મહિલા સાત કિલોમીટર દૂર રહે છે.
Gujarat Today
Leave A Reply