Contact Information

Gujarat Today Compound 33/1, Shahe Alam, Ahmedabad 380028

We're Available 24/ 7. Call Now.

ચૂલાઈમેડુમાં ૧૭ વર્ષનો છોકરો અને છોકરી સાથે ભણતા હતા ત્યારથી મિત્રો હતા

(એજન્સી) ચેન્નાઈ, તા.૧૩
સચિવાલય કોલોની પોલીસે SC/ST (અત્યાચાર નિવારણ) કાયદા હેઠળ ધોરણ-૧૦માં ભણતી વિધ્યાર્થીનીને મળવા તેના ઘરે જવા બદલ ૧૨માં ધોરણમાં ભણતા એક છોકરાને કપડાં ઉતારીને માર મારવા અને દુર્વ્યવહાર કરવાના આરોપ હેઠળ બે પુરૂષોની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ સરવનન તરીકે થઈ છે, જે ભાજપના પૂર્વ કાર્યકર્તા અને તેનો ભાઈ લોગેશ હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું હતું કે, છોકરીની માતાએ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ પણ નોંધાવી છે, જેમાં છોકરાએ તેની પુત્રી સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે, જોકે હજુ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. ૧૭ વર્ષનો છોકરો અને છોકરી ચૂલાઈમેડુમાં સાથે ભણતા ત્યારથી મિત્રો હતા. જો કે, પછીથી અલગ અલગ શાળાઓમાં ભણતા હોવા છતાં, તેઓ સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં રહ્યા. જ્યારે છોકરાએ સચિવાલય કોલોનીમાં તેની મુલાકાત લીધી, ત્યારે છોકરીના સંબંધીઓએ તેને એક રૂમમાં બંધ કરી દીધો અને પછી સરવનનને ફોન કર્યો. તેણે અને લોગેશે છોકરાને છોડતા પહેલા તેના પર હુમલો કર્યો હોવાનો આરોપ છે.


Leave A Reply