(એજન્સી) તા.૫
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે જણાવ્યું કે તેઓ ઇચ્છે છે કે ગાઝા પટ્ટીના લોકો સુરક્ષિત રહે.જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ હજુ પણ ગાઝા પર અમેરિકાનો કબજો કરવા ઈચ્છે છે, તો તેમણે જણાવ્યું કે, "હું ઇચ્છું છું કે ગાઝાના લોકો સુરક્ષિત રહે, વધુ મહત્ત્વની વાત એ છે કે તેઓ સુરક્ષિત રહે."તેમણે જણાવ્યું કે, "હું ગાઝાના લોકોની સલામતી જોવા માંગુ છું. તેઓ નરકમાંથી પસાર થયા છે.રાષ્ટ્રપતિએ સૌપ્રથમ ફેબ્રુઆરીમાં યુ.એસ.ને ગાઝાની માલિકી લેવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. વિશ્વભરના દેશો દ્વારા આ યોજનાનો વ્યાપક વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ ટ્રમ્પે છેલ્લાત્રણ મહિનામાં વારંવાર આ મુદ્દો ઉઠાવ્યો છે.આ અઠવાડિયાની શરૂઆતમાં, ટ્રમ્પે જણાવ્યું કે કે તેમને આશા છે કે ગાઝામાં "આવતા અઠવાડિયે" યુદ્ધવિરામ થઈ જશે.તેમણે મંગળવારે જણાવ્યું કે તેઓ આવતા અઠવાડિયે વોશિંગ્ટન ડીસીમાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ગાઝા અને ઈરાન અંગે ચર્ચા કરશે.યુદ્ધવિરામ માટે આંતરરાષ્ટ્રીય કોલ હોવા છતાં, ઇઝરાયેલી સૈન્ય ગાઝા પટ્ટી પર નરસંહારનું યુદ્ધ ચાલુ રાખે છે, જેના કારણે ઓક્ટોબર ૨૦૨૩થી ૫૭,૧૦૦થી વધુ પેલેસ્ટીનીઓનાં મૃત્યુ થયા છે, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે.
ટ્રમ્પ : ઇચ્છે છે કે, ‘ગાઝાના લોકો સુરક્ષિત રહે’

Leave A Reply